કાવ્ય જીવન


મારો દોસ્ત

મારું સગરૂ હતું તે આપી દીધું ,છતો હું તને ક્યાં પુછુ
જીવન ની નાવ હવે તું હાંકે ઈશ્વર હું જાવ ત્યાં
બાકી હિસાબ તારે ચોપડે લખજે અહી ચૂકવી જાવું.
દુનિયા તારી ,હું તારો, છતાં તું ક્યાં બધાને મળે છે.

આવન જાવન રહશે તારા આં દરબાર માં,
તું ક્યાં કોઈ ને ના પાડે છે  દોસ્ત ,
એકવાર મલીને જો તો ખરા તારી પણ 
બોલી કેવી લાગે છે આ દુનિયા માં.

જીવન તારું સમજી લે બને ન્યારું તું બને ઈશ્વર
તે કહ્યું તે મારગ અહી બધાને ક્યાં ગમે છે  દોસ્ત.
અહી તો મારો તારો કરી પેટ કરાવે વેઠ,
પછી તુ તો ફક્ત રહી જાય છે સમ ખાવાનો.

જગાડી જો તારા ઈશ્વર ને તે તને તારા માં સમાશે
બાકી તુ ક્યાં કોઈ ને મળે છે દોસ્ત આમ રસ્તામાં.

No comments:

Post a Comment