બાળકોની દુનિયા દાદા ભગવાન
પારસ્પરિક સંબંધ: સૌની સાથે સુમેળ સાધો
બે વ્યક્તિઓનું નજીક આવવું એટલે બે અહંકારનું નિકટ આવવું, ત્યાં હવે લગ્નજીવનની સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી? સુખી વૈવાહિક જીવન માટે કેવી રીતે આગળ વધવું તે આપણામાંનાં ઘણાનો પ્રશ્ન છે.
"પતિ-પત્ની નો દિવ્ય વ્યવહાર" પુસ્તકમાં પૂજ્ય દાદાશ્રી એ પતિ-પત્નીનાં અરસપરસ વ્યવહારની સમસ્યાઓનાં દરેક પ્રકારનાં પ્રશ્નોનાં સચોટ ઉકેલ આપ્યા છે.
Read More
"પતિ-પત્ની નો દિવ્ય વ્યવહાર" પુસ્તકમાં પૂજ્ય દાદાશ્રી એ પતિ-પત્નીનાં અરસપરસ વ્યવહારની સમસ્યાઓનાં દરેક પ્રકારનાં પ્રશ્નોનાં સચોટ ઉકેલ આપ્યા છે.

મા-બાપ છોકરાંનો વ્યવહાર અનાદિ અનંત છે. એ વ્યવહારમાં આદર્શતા કેમ કરીને આવે તે માટે બધા દિન-રાત મથતા જોવામાં આવે છે.
આ કાળમાં ટીનેજર્સનો ઉછેર એ લોકો માટે કદાચ સૌથી મુશ્કેલ પ્રયાસ છે અને તેમાં તેઓ કુશળ હોવા જોઈએ પરંતુ તેના માટે તેમનું પોતાનું સૌથી ઓછું ઘડતર થયું છે. પૂજ્ય દાદાશ્રી એ આજના યુવાવર્ગનું માનસ ઊંડાણપૂર્વક અને સંપૂર્ણપણે જાણી તેમને જીતવાનો રસ્તો આપણને સૂઝાડ્યો છે.

આ જીવનનો ધ્યેય શો છે? સહુ કોઈ જીવન તો જીવી જાય છે, પણ ખરું જીવન તેને જીવાયું કહેવાય કે જે જીવન ક્લેશ વિનાનું હોય !
પતિ-પત્ની અતિ અતિ પ્યારો-પ્યારી હોવા છતાં અતિ અતિ ક્લેશ એ બંનેમાં જ જોવા મળે છે. આ ક્લેશમય જીવનનું મુખ્ય કારણ જ અણસમજણ ! ઘરમાં મા-બાપ છોકરાં વચ્ચેની કચકચનો અંત સમજણથી જ આવે.
Read More
પતિ-પત્ની અતિ અતિ પ્યારો-પ્યારી હોવા છતાં અતિ અતિ ક્લેશ એ બંનેમાં જ જોવા મળે છે. આ ક્લેશમય જીવનનું મુખ્ય કારણ જ અણસમજણ ! ઘરમાં મા-બાપ છોકરાં વચ્ચેની કચકચનો અંત સમજણથી જ આવે.

તમે તમારી જાતે જીવનનાં દરેક તબક્કે પ્રતિક્રમણનો વ્યવહારિક ઉપયોગ કરી અને માનસિક શાંતિનો અનુભવ કરો.
Read More

મતભેદ એ જીવનનું અનિવાર્ય સત્ય છે. માણસ પોતાની ઈચ્છા ના હોવા છતાં બીજાની સાથે અથડામણમાં આવે છે અથવા તો સામાની ભૂલો જુએ છે, શા માટે? કારણ આપણા પોતાના જીવન જીવવાનાં કાયદાઓની મર્યાદિત સમજણ. અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ મૂળભૂત સૂત્ર આપ્યું 'અથડામણ ટાળો' અને જીવન જીવવાનાં કાયદા સીધા સરળ દાખલા સાથે સમજાવ્યા.
Read More

સંસારનો અર્થ જ સમસરણ માર્ગ એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. પરંતુ આશ્ચર્યજનક રીતે, આ જ વસ્તુમાં લોકો સૌથી વધારે વિરોધ કરે છે. જો આ પરિવર્તન પરમેનન્ટ હોય તો શું આપણે જાણવું ન જોઈએ કે આપણે આ બદલાવને કેવી રીતે સ્વીકારવો, પરિવર્તન ને કેવી રીતે એડજસ્ટ થઈ જવું? જન્મ્યા ત્યાંથી જ મરતાં સુધી એડજસ્ટમેન્ટ લેવાં પડે, આપણે ડગલે ને પગલે એડજસ્ટમેન્ટ લેવા પડે છે.
Read More

આપણને વ્યવહારમાં શામાટે સમસ્યાઓ ઊભી થાય છે? વ્યવહારમાં કેવીરીતે મતભેદ નિવારવા? ઘરમાં કેવી રીતે સુખી રહેવું? લોકોને ખબર જ નથી ઘરમાં કેવીરીતે રહેવું? પોતે ઘરમાં કોઈનીય ભૂલો બતાવવી ના જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે."
"જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે.
Read More
"જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે.

જીવનમાં એક યા બીજા કારણે ક્રોધ થઈ જાય છે. શું તમે ક્રોધ માટે ક્યારેય ગંભીરતાથી વિચાર્યુ છે? ક્રોધ કોને કહેવાય? ક્રોધનું પરિણામ શું છે અને તે શા માટે ઊભો થાય છે? સંબંધ સમસ્યાઓમાં ક્રોધ સામે કેવી રીતે વર્તવું? ક્રોધમાંથી કેવી રીતે મુક્ત થવું?
જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથે જ આપણે સંબંધ તોડી નાખીએ છીએ.
Read More
જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથે જ આપણે સંબંધ તોડી નાખીએ છીએ.

પ્રેમમાં કોઈ દહાડો ય આખી જીંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય? 'તું આવી ને તું આવો !" પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.
વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. સાચો પ્રેમ ઘાટ વગરનો હોય. સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમમાં સ્વાર્થ ક્યારેય ના હોય.
Read More
વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. સાચો પ્રેમ ઘાટ વગરનો હોય. સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમમાં સ્વાર્થ ક્યારેય ના હોય.

પ્રિય સ્વજનનાં મૃત્યુ સમયે આપણે શું કરવું? પ્રિય સ્વજનનાં મૃત્યુ પછી આપણે શું કરવું? આપણે કઈ સમજણે શાંતિ અને સમતામાં રહેવું?
લોકમાન્યતાઓ જે છે, જેમ કે શ્રાદ્ધ સરાવવું, સરવણી, બ્રહ્મભોજન, દાન, ગરુડ પુરાણ, વિ. વિ.
Read More
લોકમાન્યતાઓ જે છે, જેમ કે શ્રાદ્ધ સરાવવું, સરવણી, બ્રહ્મભોજન, દાન, ગરુડ પુરાણ, વિ. વિ.

વ્યવહારિક જીવનમાં ક્યારેય આધ્યાત્મએ પ્રવેશ કર્યો જ નથી. બંનેને જુદા જ રાખવામાં આવ્યા છે. અહીં અક્રમ વિજ્ઞાને આધ્યાત્મને સંસાર વ્યવહારનાં(વ્યવહારિક જીવનનાં) હાર્દમાં મુક્યુ છે.
પૂજ્ય દાદાશ્રીએ આપણાં મિત્રો અને પરિવાર સાથે જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ, કે જેથી તે કોઈને ના દુભાવે તેનાં પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન આપ્યું છે.
Read More
પૂજ્ય દાદાશ્રીએ આપણાં મિત્રો અને પરિવાર સાથે જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ, કે જેથી તે કોઈને ના દુભાવે તેનાં પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન આપ્યું છે.

લૌકિક જગતમાં પિતા-પુત્ર, મા-દીકરો કે દીકરી, પતિ-પત્ની વિ. સંબંધો હોય છે. તેમાં ગુરુ-શિષ્ય પણ એક નાજુક સંબંધ છે. જે ગુરુને સમર્પણ થયા બાદ આખી જિંદગી તેને જ વફાદાર રહી, પરમ વિનય સુધી પહોંચી, ગુરુ આજ્ઞા પ્રમાણે સાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરવાની રહે છે. ત્યાં સાચા ગુરુના લક્ષણો તેમજ સાચા શિષ્યના લક્ષણો કેવા હોય તેની સુંદર છણાવટ પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થાય છે.
Read More

No comments:
Post a Comment