મુખવાસ
માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..
દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છેખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .
માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!
જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્રઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.
[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !
(૧)એટલા કડવા ના
બનો જેથી લોકો થૂંકી નાખે , એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
(૨)સ્મરણ કરવું
આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!
(૩)લાકડાનો અગ્નિ
લાકડાને બળે છે , તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!
(૪)આજના સુરજને
આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!
(૫)સ્વતંત્ર થાઓ
પણ સ્વછંદી ના થાઓ , કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
(૬)ઉદાર બનો પણ
ઉડાઉ ના બનો,
નમ્ર બનો પણ નમાલા ના બનો!
(૭)કપડા ભલે
જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
(૮)સ્વ માટે
પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ
તે જ સાચી પ્રાર્થના છે!
(૯)પ્રાર્થના
આત્માનો ખોરાક છે! નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
(૧૦)જેની આંખોમાં
અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!
(૧૧)જીવનનો આધાર
વાણી અને પાણી પર છે! ઈચ્છા દુખની માં છે!
(૧૨)ઉપવાસ તૂટે
તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!
(૧૩)માણસ જન્મે
ત્યારે ઝભલાને ખીંચું નથી હોતું, માણસ મરે ત્યારે
કફનને ખીંચું નથી હોતું!
(૧૪)અનુભવ મેળવવા
કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
(૧૫)ચારિત્ર એટલે
સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!
(૧૬)સાચી સુંદરતા
હૃદયની આંખો દ્વારા જ જોઈ શકાય છે!
(૧૭)સાચી સુંદરતા
કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી
નથી!
(૧૮)ક્ષમા આપવી
સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી
વાત છે!
(૧૯)શરમ કરતા
ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો
જોઈએ!
(૨૦)જીવન છે તો
મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
(૨૧)જીવનન મુખ્ય
ચાર સુખ છે:
—–પહેલું સુખ જાતે
નર્યા,
—–બીજું સુખ ઘેર
દીકરા,
—–ત્રીજું સુખ
કોઠીએ જાર,
—–ચોથું સુખ
સુલક્ષણા નાર!
(૨૨)દુખના બે
પ્રકાર છે:
—–કર્મ અનુસારનું
આવી પડતું દુખ અને
—–બીજું બીજાના
સુખની સરખામણીથી થતું દુખ!
(૨૩)જાગતાની સાથે
જ મરણનું સ્મરણકરો જીવનનું મહત્વ સમજાશે!
(૨૪)મને એજ
સમજાતું નથી કે શાને આવું થાય છે??? ફૂલડાં ડૂબી
જતાને પથરા તારી જાય છે!
(૨૫)છે ગરીબોના
કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે!
(૨૬)ગરીબો
શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે
શ્રીમંત બનવા પ્રયત્ન કરતા હોય છે!
(૨૭)તિલક કરતા
ત્રેપન ગયા,
જપ-માળાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા
હરિના શરણ
હે ભગવાન !
જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
જિંદગીમાં જે
માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
પોતાની જવાબદારીઓમાંથી
છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી
તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી
કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો
દુનિયા નમી.
એક વાર ખાય તે
યોગી,
બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય
તેની બરબાદી.
જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને
સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી
થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
૧)બીજા કરતા વધુ
જાણો
૨)બીજા કરતા વધુ કામ કરો.
૩)બીજા પાસે ઓછી અપેક્ષા રાખો..
[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો
નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !
* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો
વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.
(૪)આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ
છૂપાવવો તેનું નામ ચિંતા!
(૮)સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના
છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!
(૯)પ્રાર્થના આત્માનો ખોરાક છે! નમ્રતા
વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
આજે આપણે શું કરશું ?
તારીખ ૧ – આજે બધાની સાથે નમ્રતાથી વાત કરીશ અને નમ્રતાથી જ વ્યહાર કરીશ.
તારીખ ૨ – આજની બધી વાતો ઈશ્વરની આજ્ઞા સમજી સેવા કરીશ.
તારીખ ૩ – આજે જેઓ પણ મારી સામે આવશે તેમને સંતુષ્ટ કરીશ.
તારીખ ૪ – આજે કોઈની સાથે મધુર વ્યવહાર કરીશ.
તારીખ ૫ – આજે કોઈની સાથે કોઈની પણ નિંદા ના કરું
તારીખ ૬ – આજે જેઓ જે પણ કામ કરવાનું કહેશે તે કરવાની કોશિશ કરીશ.
તારીખ ૭ – આજે કોઈની સાથે દ્વેત કે દ્વેષ કરીશ નહી.
તારીખ ૮ – આજે જે પણ થશે તેને ઈશ્વરની કૃપા જ સમજીશ.
તારીખ ૯ – આજે એકપણ ખોટો શબ્દ બોલીશ નહીં.
તારીખ ૧૦ – આજે દરેક ક્ષણે ભગવાનનું નામ જપીશ.
તારીખ ૧૧ – આજે બધાની સાથે પ્રેમપૂર્વક વર્તન કરીશ.
તારીખ ૧૨ – આજે ભવિષ્ય માટે કોઈ ચિંતા કરીશ નહીં.
તારીખ ૧૩ – આજે આખો દિવસ ખુશીમાં વિતાવીશ.
તારીખ ૧૪ – આજે આખો દિવસ ભગવાનનું સ્મરણ કરીશ.
તારીખ ૧૫ – આજે આખો દિવસ કોઇનો અવગુણ જોઈશ નહી.
તારીખ ૧૬ – આજે કોઈપણ ચીડવશે તો ચિડાઈશ નહી.
તારીખ ૧૭ – આજે આખો દિવસ સત્ય બોલીશ.
તારીખ ૧૮ – આજે આખો દિવસ શુદ્ધ અને પવિત્ર વિચાર કરીશ.
તારીખ ૧૯ – આજે આખો દિવસ ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ.
તારીખ ૨૦ – આજે આખો દિવસ એ વિચાર કરીશ સમગ્ર દુનિયા ફાની છે.
તારીખ ૨૧ – આજે આખો દિવસ મોત નો વિચાર રાખીશ,કે મોત ગમે ત્યારે આવી શકે છે.
તારીખ ૨૨ – આજે મારી જાતને વધુ સુધારવાની કોશિશ કરીશ.
તારીખ ૨૩ – આજે લોભ અને લાલચના વિચાર મનમાં આવવા દઈશ નહી.
તારીખ ૨૪ – આજે કામ ક્રોધ ને નજીક નહીં આવવા દઈશ.
તારીખ ૨૫ – આજે દિલ માં એ વિચાર રાખીશ કે હું કોઇ નથી.
તારીખ ૨૬ – આજે ઈશ્વરની કૃપાનો મનમાં ને મનમાં આભાર માનીશ.
તારીખ ૨૭ – આજે દિલમાં એ વિચારીશ કે હું સમરસ છું
તારીખ ૨૮ – આજે મારા અવગુણોને યાદ કરી ને તોબા-તોબા કરીશ.
તારીખ ૨૯ – આજે દિલમાં એ વિચાર કરીશ કે પ્રભુ બધામાં સમાયો છે.
તારીખ ૩૦ – આજે દિલમાં એ વિચારીશ કે એક એક પળ ભગવાનની અમાનત છે.
તારીખ ૩૧ – આજે હું વધુમાં વધુ મૌન રાખવાની કોશિશ કરીશ
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે
એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ
બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું
નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ
મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય
છે.
–ચાણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા
રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની
નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત
શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ
કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી
ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે
ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો
તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે
બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ
ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો
તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી
પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી,
પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી
દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે.
દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય
તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ,
પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી
અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી,
જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે
કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી
લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ
વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો
છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી
શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી
શકે છે.
–ગોલ્ડ સ્મિથ
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા
કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો
લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ
કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે
આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે
તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી
મૌનના ફળરૂપે પ્રાર્થના અને
પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
–મધર ટેરેસા
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી
આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા
શીખીએ.
–ફાધર વાલેસ
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે
વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર
તારું જો કશું યે ના હોય તો છોડીને
આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું
!
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો
તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ
કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ
હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા
રહો.
–ચાલટેન હેસ્ટન
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે,
બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત
રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
–વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ
આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં
સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે,
તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે
પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ
તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
–જોન ફ્લેયર
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું
દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
–શંકરાચાર્ય
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે.
જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
–શ્રીમદ્ રાજચંદ્ર
ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ
સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય
છે ?
–કવિ કાલિદાસ
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે
છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક
લાગતો નથી.
–આરિફશા
એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે
તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.
–શરત્ચંદ્ર
સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ
પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં
પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
–કવિ કલાપી
એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું
નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.
–લોવેલ
સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી,
વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ
પરાયું નથી.
–ચાણક્ય
આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં
જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.
–અર્લ વિલ્સન
જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી
જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા
નહિ.
–ખલિલ જિબ્રાન
જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી
હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.
–લૂઈ જિન્સબર્ગ
આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે
તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.
–જનરલ એબ્રગોન
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે
દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે
તેનો પાડ માનીએ.
–સરદાર પટેલ
જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.
–જેરેમી ટેસR
અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ
સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે.
સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે,
અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી
મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે.
– નગીનદાસ સંઘવી
[2]
શિક્ષકો જો શાંત ચિત્તે વિચારશે,
સૂક્ષ્મ વિવેક કરશે તો જણાશે કે દસમાંથી નવ
બાબતો એવી છે, જેમાં કાં બાળકને સમજવામાં નથી આવ્યું,
કાં તેને પૂરતી સહાનુભૂતિ નથી મળી, કાં તેને વ્યક્ત થવાની તક નથી મળી, કાં તેને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું, કાં તેની સર્જનાત્મકતાને અવકાશ નથી મળ્યો, તેથી તેનું વર્તન ન સમજાય તેવું, અશિસ્તવાળું દેખાય છે. કદાચ તે ભૂલ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચવા પણ
માંગતું હોય
– મનસુખ સલ્લા
[3]
આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુરૂપે માતા જગતજનની આપણું સતત પોષણ કરી રહી છે, છતાં તેનાં રૂપનાં દર્શન કરવાને બદલે તેના તરફ આપણું દુર્લક્ષ છે.
જરૂર છે આપણા ‘મન આડેનો પડદો’ હટાવવાની !
– હરીન્દ્ર દવે
[4]
શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા
આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની
પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે.
– શેક્સપિયર
[5]
હું ભારતના લોકોને કહું છું કે તમારી
પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને
કદી ભૂલશો નહિ. જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે
ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા
જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે.
– પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)
[6]
ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની
નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે.
– સી.બી. જોન્સન
[7]
કેટલાક કહે છે કે ‘ગુરુ શા માટે જોઈએ ? તેના લીધે બંધન વધે છે. આપણે આપણા
વિચારોથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી.’ પરંતુ આ
કહેવાવાળા પણ બીજાઓના ગુરુ જ થાય છે ને !
– શ્રીમાતાજી
[8]
સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદ સમાન જીવનને
ઊંચે ચઢાવનાર કોઈ બીજો શીખવા જેવો વિષય જ નથી. એનાથી જ મારા જીવનને શાંતિ વળી છે.
એનાથી તો મને મૃત્યુ વખતે પણ શાંતિ મળશે.
– શૉપનહૉવર
[9]
પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને
જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે.
– ગાંધીજી
[10]
ટ્રેન ચાલે છે, બહારનાં વૃક્ષો સ્થિર છે, પણ આભાસ એ થાય
છે કે ટ્રેન સ્થિર છે અને વૃક્ષો ચાલી રહ્યાં છે. કર્મ (ટ્રેન) અકર્મ લાગે છે,
અને અકર્મ (વૃક્ષો) કર્મ લાગે છે ! શ્રીકૃષ્ણ
કહે છે કે કર્મમાં જે અકર્મને જોઈ શકે છે, અને અકર્મમાં જે
કર્મને જોઈ શકે છે એ યોગી છે. સ્થિતિ અને ગતિ બંનેને સમજવું જ્ઞાનીનું કામ છે.
– ચંદ્રકાન્ત બક્ષી.
[11]
હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા
માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા
હોશિયાર સ્ત્રી જ જોઈએ. – બર્નાર્ડ શૉ
[12]
માણસના ખરાબ સ્વભાવના સૌથી વધુ કાંટા
કુટુંબીજનોને અને મિત્રવર્તુળને વાગતા હોય છે.
– ભૂપત વડોદરિયા.
[13]
સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય
છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ.
માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને
કાયદાઓની જરૂર ઓછી પડશે.
– જયવતી કાજી
[14]
એક વિદેશીએ પૂછેલા સંસ્કૃતિ વિશેના
પ્રશ્નનો ઉત્તર : તમારે ત્યાં જ્યારે સાંજ પડે છે, ત્યારે હોટલોમાં દીવા થાય છે. અને અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે
મંદિરોમાં દીવા થાય છે. તમારે ત્યાં સાંજ પડે છે ત્યારે પતિ-પત્ની બધાં કુટુંબનાં
માણસો તૈયાર થઈને હોટલોમાં જાય છે. અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે કુટુંબનાં
માણસો સાથે બેસીને પ્રભુપ્રાર્થના કરે છે, રામનામ જપે છે.
– રવીન્દ્રનાથ ટાગોર
[15]
કોઈ માણસમાં એકાદ વાર કોઈ દોષ દેખાય તો
એવો કાયમી નિર્ણય ન કરી દેવો કે, ‘આ માણસ તો ખરાબ છે.’ સંભવ છે કે, દોષ જોવામાં તમારો જ દોષ હોય અથવા કોઈ
વિશિષ્ટ સંજોગોનો ભોગ બનીને અનિચ્છા હોવા છતાં પણ તેને દોષના ભાગીદાર બનવાની ફરજ
પડી હોય.
– સંકલિત
[16]
જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત
કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે.
જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે.
– ભગવતીચરણ વર્મા
[17]
સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં
ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન
ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું.
– મહાભારત
[18]
ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર
અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો
શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન
ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન.
– મોહમ્મદ માંકડ
[19]
મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં
પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ
આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી
શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે
– કાંતિલાલ કાલાણી
[20] સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો
મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ
યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ?
– રત્નસુંદરવિજયજ
1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,
મગજને ખરાબવિચારોનું ગોદામ નહીં,
પરંતુ રચનાત્મક અને હકારાત્મકવિચારો પેદા કરતું
કારખાનું બનાવો.
2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે..વિચારો તો minute લાગે છે.
. સમજાવો તો દિવસ લાગે છે…પણ તેને સાબિત કરતા આખી જીંદગી લાગે છે..!!P
3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાંકોઈને ગુમાવી પણ ના દેતા..!!
ગુસ્સો શબ્દમાં હોય છેદિલમાં નહીં., એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા. !!
4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદનેએવી રીતે ખાઈ જાય છે
જેવી રીતે ઊધઈ લાકડાને કોરીખાય છે.p
5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુબટન દુઃખ રુપ છે.
બંને બટનને સાથે વગાડવાથી સુંદરસંગીત બને છે.
6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છેમાયા
મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે
7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગઅને ટેન્શન..
.ત્રણ ”ટ” પોલિટિક્સ,પોપ્યુલેશન,પોલ્યુશન,પોવર્ટી અને પાવર …
મંદી,મોંધવારી,મેહ,મોતઅને મહેમાન….
8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે.
પણઆપણી જ ભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.
9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માનાછ શત્રુઓ છે.
10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાંવિજય રથને લઞાડી,
ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેનીઉપર ગોઠવી,વિવેક બુદ્દિધને સારથીબનાવી,
સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડાવિજય રથને જોતરી
તમે સ્વયં તેમાં બિરાજશો તો જીવનસંગ્રામ જીતશો.
11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે
અનેનિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખીછે.
જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિસ્યની ચિંતા કરતોના હોય
અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.
13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહઆપશે,
જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમનેસલાહજ આપશે,સહાયતા નહી.
14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનારનથી.
તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખદેવાની તમારી ભાવના નથી,
તો તમને કોઈ દુઃખ દઈ શકેતેમ નથી.
15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી,વતૅન
અનેકમૅની સુગંધથી શોભે છે.
16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.
17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહેછે મારી જેમ
બીજા માટે વરસી જતાં
ભમરો કહે છે કે સુખઅને દુઃખમાં સદા ગીત ગાયા કરો.
ઘડિયાળ કહે છે કે સમયચૂકશો તો કિંમત ઘટી જશે.
સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશોતો કોઈ સામે નહિ જુએ.
18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે
આજનોમાનવી ફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.
1. વિચાર જ કાર્ય
અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનું ગોદામ નહીં, પરંતુ રચનાત્મક
અને હકારાત્મક વિચારો પેદા કરતું કારખાનું બનાવો.
2. વિશ્વાસ એક શબ્દ
છે,
તેને વાંચતા second લાગે છે..
વિચારો તો minute
લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે… પણ તેને સાબિત
કરતા આખી જીંદગી લાગે છે..!!
3. સમજ્યા વગર
કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા..!!
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં., એમાં સંબંધ ઉપર
જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!
4. તણાવ (ટેન્શન)
માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતે
ખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.
5. જીવન પિયાનોની
જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખ રુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર
સંગીત બને છે.
6. ક્રોધ પ્રિતીનો
નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે
7. એકવીસમી સદીમાં
ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને
ટેન્શન…ત્રણ “ટ”
પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને
પાવર ….
મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન….
8. બીજા જ્યારે
ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જ ભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.
9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર
,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓ છે.
10. પ્રબળ ઈચ્છા
શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજય રથને લઞાડી, ખડતલ શરીર રૂપી
રથનું માળખુ તેની ઉપર ગોઠવી,વિવેક બુદ્દિધને
સારથી બનાવી,સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશો તો
જીવન સંગ્રામ જીતશો.
11. સફળતા તમારો
પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
12.. જેનું મન અને
અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિસ્યની ચિંતા
કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.
13. જયારે સલાહ જોઈએ
તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે સહાયતા
જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.
14. તમે જો સાચા છો
તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી. તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ
દેવાની તમારી ભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.
15. માણસ કપડાંથી
નથી શોભતો પણ વાણી,વતૅન અને કમૅની સુગંધથી શોભે છે. 1
16. ઘરમાં શાંતિ થાય
એ જ મોટામાં મોટું ભણતર.
17. ફૂલ કહે છે મારી
જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી જેમ બીજા માટે વરસી જતાં ભમરો કહે છે
કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી
જશે. સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.
18. ઈશ્વરને પણ
તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવી ફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.
પથ્થર
પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો
પથ્થર જ રહ્યો,
એ
જોઈને દિલ રડી પડયું………
“શ્વાસ
અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ
ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને
વિશ્વાસ
ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”
માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..
દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છેખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .
માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને
તેના થકી નવસર્જન
શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.
જે
ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!માટે જ, સતત ગતિશીલ રહો!
ઇતિહાસ નિર્જીવ નથી
હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં.
ઇતિહાસનો
પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે.
જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે.
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
તમારી
આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!
જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં
કિતાબના
કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતાકરો .
1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં,
પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો.
2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે..
સમજાવો તો દિવસ લાગે છે…
પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!!
3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવીપણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં.,
એમાં સંબંધઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!
4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતેખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.
5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.
6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે
7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન…ત્રણ ”ટ”
પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર …. મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન…
8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.
9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓછે.
10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજયરથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિધને સારથી બનાવિ . સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા પર વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશોતો જીવન સંગ્રામ જીતશો.
11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્ય ની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.
13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.
14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી.તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી,
કોઈને દુઃખ દેવાની તમારીભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.
15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅની સુગંધથી શોભે છે. 1
16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.
17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી જેમ બીજા માટે વરસી જાઓ,ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.
18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવીફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ
વધારે હોય છે. –હરીન્દ્ર દવે
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા
માણસોમાં નજરે પડે છે…..ડેલ કાર્નેગી .
કોઈ ને મદદ કરવા જયારે હાથ લંબાવો ત્યારે એના ચહેરા સામે ના જોવું, કેમ કે મજબુર
માણસની આંખ માં ઉગેલી શરમ આપણા દિલ માં અભિમાનનું બીજ વાવે છે
કાગળના ટુકડા કરવા સહેલા છે,કાપડના ડુકડા
કરવા જરા કઠીન છે,ને તેના કરતા પણ વધુ કઠીન છે,લોખંડના કે
લાકડાના ટુકડા કરવા.પણ સૌથી વધુ કઠીન શું છે?? ખબર છે??મગજમાં રહેલા “અહમ”ના ટુકડા કરવા,એ “અહમ”તુટે તો જ
..સાચા અર્થમાં “હમ” બનાય
No comments:
Post a Comment