ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
આપ જિંદગી નહિ પણ એક વર્ષ જે અથાક મહેનત કરી છે તેનું મૂલ્યાંકન કરવાની પરીક્ષામાં બેસવાનું છે. એવું વિચારી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો.
વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવા ના મુદ્દા
1. પરીક્ષા સ્થળ પર 30 મિનિટ વહેલાં પહોંચો.
2. પરીક્ષા સ્થળ પર આવ્યા પછી આપ પાસે પરીક્ષા ખંડમાં લઈ જવાની સામગ્રી જેવી કે પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, પરિકર, તેમજ અન્ય જરૂરી સામગ્રી જે પ્રવેશપત્રની પાછળ ની સૂચના અનુસાર હોય. ,પ્રવેશપત્ર, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો.
3. પરીક્ષા ખંડમાં ખુબજ ધીરજ રાખી પોતાનું કામ પર ધ્યાન રાખો. અન્ય વિદ્યાર્થી શું કરે છે? શું લખે છે? ક્યાં સહી કરવી? કોઈ વિદ્યાર્થીને ન પૂછવું.પરીક્ષા ખંડ માં ઉપસ્થિત ખંડ નિરીક્ષક ને હાથ ઊંચો કરી બોલાવી શાંતિથી આપને મુંઝવતો પ્રશ્ન રજૂ કરો.
4. પરીક્ષા ખંડમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરો. પ્રશ્ન પત્ર લખવાનો 3.00 કલાક આપને સંપૂર્ણ મળશે.
5. ખંડ નિરીક્ષક આપને જે સૂચના આપે તે ધ્યાનથી સાંભળી ને તે રીતેજ કાર્ય કરવું.
6. ખંડ નિરીક્ષક અન્ય વિદ્યાર્થીને સૂચન કરતા હોય ત્યાં વચ્ચે બિન જરૂરી બોલવું નહિ તેમનું સૂચન પૂર્ણ થયા બાદ આપ પોતાનો પ્રશ્ન રજૂ કરો.
7. આપને જવાબવહી મળે કે આંખો બંદ કરી ત્રણ ઊંડા શ્વાસ લઈ આપના આરાધ્ય દેવ ને યાદ કરી બંને હાથની હથેળી ને આપના મો પર ફેરવોશો ત્યારે આપનું મન એકાગ્ર અને શાંત બની રિકોલ પ્રકિયા ખૂબ ઝડપથી કરશે.(શાંતિ ધીરજ, અને એકાગ્રતા માં વધારો થશે)
8. પ્રથમ જવાબવહી પર આપનો સીટ નંબર, પેપર નું નામ, વિષય કોડ (પ્રવેશપત્રમાં આપેલ અનુસાર), તારીખ, સહી- ખંડ નિરીક્ષક ની સૂચના અનુસાર કરો.
9. જવાબવહી પર અને બોર્ડની સીટ પર વિધાથીની સહી , વિદ્યાર્થિના પ્રવેશપત્ર પર ખંડ નિરીક્ષકની સહી , જેવી પ્રકીયા લગભગ 15 મિનિટમાં પૂર્ણ થશે તે સમયે આપ શાંતિથી ખંડ નિરીક્ષકની સૂચના અનુસરો.
10. પ્રશ્નપત્ર જ્યારે આપના હાથમાં આવે ત્યારે તરત તેને ખોલશો નહિ જ્યારે ખંડ નિરીક્ષક આપને સૂચન કરે ત્યારે તેમજ સ્કુલ માં બેલ પડશે ત્યારેજ પેપર લખવાનું સરું કરવું.
11. આપ cctv સીસીટીવી કેમેરાની નજરમાં હોઈ સમય પહેલાં પેપર લખવાનું એ ગુનો બને છે.
12. આપ શાંતિથી પોતાના વિષય પર નું જ્ઞાન અનુસાર તેમજ વિષય શિક્ષક દ્વારા ભાણવેલ મુદ્દા ને યાદ કરવાનું કોશિશ કરવાથી આપ આસાનીથી દરેક પ્રશ્નને લખી શકશો.
13. પ્રશ્નપત્રના દરેક વિભાગ ને નવા પાના પર લખવા નો આગ્રહ રાખો.
14. ન આવડતા પ્રશ્નો પર વધું સમય ન બગડતાં જે પ્રશ્નો આવડે છે તેને સરસ અને સુંદર અક્ષરે લખવાનો આગ્રહ રાખો.
15. પુરવણી જોઈએ ત્યારે ઊભા થઈ શાંતિ થી ખંડ નિરીક્ષક પાસે પુરવણી માંગી સહી કરવી. મુખ્ય જવાબવહી પર લખેલ પુરવણીની સંખ્યા લખવી.
16. બારકોડ સ્ટીકર લગાડવામાં ઉતાવળ ન કરશો શાંતિ થી ખંડ નિરીક્ષક ને તેમનું કામ કરવા માટે આપની જવાબવહી આપવી અથવા તેમની સૂચના અનુસાર જવાબવહી પર આપે લગાવવી.
17. અંતે જવાબવહી પર ખાખી સ્ટીકર પણ લગાવવાનું હોય છે તેમાં ઉપર તરફ ના એરા નું નિશાન સાથે ખાખી સ્ટીકરનું એરાનું નિશાન જોડો.
18.ખંડ નિરીક્ષક ક્રમમાં બધાની જવાબવહી મેળવી લે ત્યાર બાદ તેમની સૂચના ને અંતે જ પરીક્ષા ખંડ માંથી બહાર નીકળવું.
આભાર.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
જીતુભાઈ ભાવસાર
962*3*539*.
No comments:
Post a Comment