Wednesday, 31 July 2013

કાવ્ય જીવન

મારો દોસ્ત

મારું સગરૂ હતું તે આપી દીધું, છતો હું તને ક્યાં પૂછુ
જીવન ની નાવ હવે તું હાંકે ઈશ્વર હું જાવ ત્યાં
બાકી હિસાબ તારે ચોપડે લખજે અહી ચૂકવી જાવું.
દુનિયા તારી, હું તારો, છતાં તું ક્યાં બધાને મળે છે.

આવન જાવન રહશે તારા આં દરબાર માં,
તું ક્યાં કોઈ ને ના પાડે છે દોસ્ત,
એકવાર મલીને જો તો ખરા તારી પણ 
બોલી કેવી લાગે છે આ દુનિયા માં.

જીવન તારું સમજી લે બને ન્યારું તું બને ઈશ્વર
તે કહ્યું તે મારગ અહી બધાને ક્યાં ગમે છે દોસ્ત.
અહી તો મારો તારો કરી પેટ કરાવે વેઠ,
પછી તુ તો ફક્ત રહી જાય છે સમ ખાવાનો.

જગાડી જો તારા ઈશ્વર ને તે તને તારા માં સમાશે
બાકી તુ ક્યાં કોઈ ને મળે છે દોસ્ત આમ રસ્તામાં.

જિતેન્દ્ર ભાવસાર 
૯૬૨૪૩૪૫૩૯૪

માનવ તુજ મહાન માં


માનવ તુજ મહાન છે તારા શબ્દ માં છે માં... !
રામનામ લખી પૂકારું... અલ્હા નામ છે તું .
માનવ થકી તું, જીવતો રાખે, દુનિયા આખી ને,
એ તારો છે ભ્રમ, તુજ સુખ માં આવે છે માં....!

સમજણ કેરી ડાહપણ તારા લાગે છે સારા
જ્યાં સુધી  તું ના પહોચે સ્મસાન માં...માં !
યાદ છે તને દુનિયા ની રીત રસમ છે ન્યારી 
પછી ખબર પડે ને આવે છે કબર માં ..માં  !

આખું વિશ્વ ને જીતી લે શ્વાસ રહ્યો નથી જહ્જો
સમ ખવડાવી સમય ન બગાડી દોડે છે માનવ
તું જો ના રહી જતો એમાં બેસવાનું નહીં તો...
તારું બેસણું થઈ જશે ખબર નહિ પડે તને.

જીવવું જાઝું સમય ને પારખી ,તે જીતે છે 
સાત સમંદર ને અબજો દિલો.. માં.
માનવ તુજ મહાન છે તારા શબ્દ માં છે મા... !
રામનામ લખી પુકારું અલ્હા નામ છે તું મા.


તા .૦૪/૦૮/૨૦૧૩ સમય :૧૨:૦૫ AM


ગમતું કાવ્ય 
બચપણ …. – કૈલાસ પંડિત
બચપણ.. એક વાર મોટા થયા પછી જેની સૌથી વધુ ખોટ સાલે એ બચપણ.

ઘરની સઘળી વસ્તુ મરી ગઇ
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા
બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળા રમકડા
સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ
આખો દિઘર આખા ને બસ માથે લઇ ને ફરતોતો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતોતો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતોતો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતોતો
કોઇ દિમેં શોધી નોતી, તો યે ખુશીઓ મળતીતી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતીતી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતીતી
ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધાતા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધાતા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધાતા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘાતા
સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું
ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો


No comments:

Post a Comment