Saturday, 13 July 2013

સર્જાયેલા કાવ્યો પણ ચાલ દોસ્ત


પણ ચાલ દોસ્ત......


આજ તો  ખબર નથી કે દિવસ ઉગ્યો છે,

પણ ખબર છે મને કે હું આજ જીવું છુ.

રસ્તો બની સમજાવતા હું સસ્તો બની ગયો,

રહેવા દે સસ્તો મને તોજ કહશે બધા મને હસતો.

ભાન આવે છે ત્યારે હું જોવું છું તો રસ્તો નીકળી ગયો,

પણ જોયું તો રસ્તો નવો બની ગયો

ભલે થયો મુકાબલો એ ખાડા ખાઈ ના રસ્તા નો

બસ હું ચાલતો હતો મદ મસ્ત થઈને ,

બસ જિંદગી ને જીવવાની જીદ કરી બેઠો

મારે તો દુનિયાને બદલવી નોહતી

પણ મારી તો દુનીયાજ બદલાઈ ગઈ.

રાજ જીવું ને રોજ મરું.....

બસ.....

 હું તો જીવવાનું અને મરવાનું શીખી ગયો.

જીવન  બદલાતું નથી, દુનીયા એને બદલી દે છે.

મને રસ્તા તો ગણા દેખાયા પણ ચાલુ કયા રસ્તે,

બસ તું કે એ રસ્તે હું ચાલતો થયો..

એના કરતા હું કે ત્યાં ચાલતો થા.

બસ દુનિયા તારી થઇ જશે,પણ ...ચાલ દોસ્ત.. ચાલ...
                                 
                                                      જિતેન્દ્ર ભાવસાર     

No comments:

Post a Comment